‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ધોળીકુઇ, કરગરા,ભડકુવા, કઠવાડા ગામોમાં પ્રદુષણ અને પર્યાવરણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના ચેરમેન વી.કે.વ્યાસ તથા અધિક સિનિયર સિવિલ જજ કે. એન. પ્રજાપતિ, માંગરોળના સિનિયર સિવિલ જજ એમ.બી.દવેના માર્ગદશન હેઠળ માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ વિશે, કાનૂની સત્તામંડળના એડવોકેટ ગૌરવ શાહ, એડવોકેટ યુવરાજસિંહ, પીએલવી સુમિત્રા ચૌધરી, એડવોકેટ જાગૃતિ ગોહિલ, પીએલવી સુભાષ ચૌધરી, એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ, પીએલવી રુક્ષમણી ચૌધરી, એડવોકેટ ગૌરવ વસાવા તેમજ જસવંત ચૌધરી ની ટીમ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા.
વિનોદ મૈસુરીયા : વાંકલ
Advertisement