માંગરોળ તાલુકાનાં વસરાવી ગામને વહીવટી તંત્રે “ક્લસ્ટર કોરોનટાઇન “વિસ્તાર જાહેર કર્યો છે. તેનો અમલ આજ સવારથી કરવામાં આવશે. વસરાવી ગામના અબદુલ ખાલિદ અહમદ માંજરા ઉં.આ. 68 તેઓ પનામાંથી વસરાવી અને સાઉદી અરેબિયા ઉમરા કરવા ગયા હતા અને પાછા વસરાવી પરત ફર્યા હતા. તેઓની તબિયત બગડતાં સારવાર માટે શિફા હોસ્પિટલ તડકેશ્વર ખાતે સારવાર લીધી હતી. ત્યારબાદ તેઓ સુરત વેસુ ખાતે સમરસ હોસ્પિટલમાં કોરોનટાઇન કર્યા હતા ત્યાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓના સંપર્કમાં આવેલા સગા સંબંધીઓ અને શિફા હોસ્પિટલના સ્ટાફને કોરોનટાઇન કર્યા હતા, તેઓના બધાના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપી દેવામાં આવી હતી. આજ રોજ 9 મી નાં ગુરુવારથી વહીવટી તંત્રએ વસરાવી ગામને “ક્લસ્ટર કોરોનટાઇન” જાહેર કર્યું છે. આ” ક્લસ્ટર કોરોનટાઇન “અમલ કરાવવા માટે બે એ એસ.આઈ અને 24 જેટલાં પોલીસ જવાનોનો કાફલો તેમજ એસ.આર.પી. જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેઓને કરીયાણા તથા શાકભાજી ખરીદી કરવાનો સમય સાંજે 6 થી 7 વાગ્યાં સુધી, દૂધ મંડળી, દૂધ દોહવાનો સવારે 7 થી 8 વાગ્યાં, સાંજે 6:30 થી 7:30 સુધી, ખેડૂતો માટેનો સમય સવારે 6:30 થી 8 સુધી, અને સાંજે 6 વાગ્યાંથી 7:30 સુધી, મજૂરો માટે સવારે 9 થી 9:30 અને સાંજે આવવાનો સમય 5 થી 5:30 વાગ્યાં સુધીનો સમય અમલ કરવાનો રહેશે. તેનો અમલ વસરાવી ગામના લોકોએ કરવાનો રહેશે એમ વહીવટી તંત્ર તરફથી જણાવ્યું છે. પ્રા.આ. કેન્દ્ર વેરાકુઈ તરફથી તમામ પોલીસ કર્મી અને એસ.આર.પી. જવાનોને હેન્ડ સૅનેટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું હતું.
માંગરોળ : વસરાવી ગામને વહીવટી તંત્રે આજરોજ તા. 9/4/2020 નાં સવારથી “ક્લસ્ટર કોરોનટાઇન” જાહેર કરાયું.
Advertisement