Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વેલાછા પ્રાથમિક શાળામાં અમેરિકામાં સ્થાયી અને વેલાછાના પનોતા પુત્ર ડો. ભરતભાઈ મોદી દ્વારા બાળકોને યુનિફોર્મ અને નોટબુક આપી.

Share

માંગરોલ તાલુકાના વેલાછા ગામના વતની અને હાલ અમેરિકા વસતા એવા ડૉ. ભરતભાઈ મોદી સાહેબ દ્વારા વેલાછા શાળાના તમામ બાળકોને 150000/- રુપિયાના ખર્ચે 2 જોડી યુનિફોર્મ અને તમામને જરૂરી નોટબુકોનુ વિતરણ કરવામાં આવ્યુ છે.

આજરોજ સુરત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ નયનાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા માજી સરપંચ ઇશ્વર્સિંહ માનસિંહ ચૌહાણ તથા SMC અધ્યક્ષ શોભાબેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યું છે. ડૉ ભરતભાઈ છેલ્લા 20 વર્ષથી આ શાળામા આવી સેવા કરતા આવ્યા છે. મહેમાનોએ ભરતભાઈનો હાર્દિક આભાર માની અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મુખ્યશિક્ષક રાજેન્દ્રસિંહ ખેરે કર્યુ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાના ઉમલ્લા ખાતેથી ૧ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કરાયો…ક્યારે બંધ થશે સંપૂર્ણ રીતે દારૂબંધી

ProudOfGujarat

અફઘાનિસ્તાન : આતંકવાદી સંગઠને ક્રેનની મદદથી વિશ્વ વિખ્યાત ‘ગજિની ગેટ’ તોડી પાડ્યો

ProudOfGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!