‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત માંગરોળ તાલુકા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ કસ્તુરબા કન્યા વિદ્યાલય ઇશનપુર આશ્રમ શાળામાં પોક્સો એક્ટની કાનૂની શિબિર યોજવામાં આવી હતી. સુરત જિલ્લાના ચેરમેન વી.કે. વ્યાસ તથા અધિક સિનિયર સિવિલ જજ કે. એન.પ્રજાપતિ, માંગરોળના સિનિયર સિવિલ જજ એમ.બી.દવેના માર્ગદશન હેઠળ માંગરોળ તાલુકાના 92 જેટલાં ગામોમાં આયોજન કરવામાં આવ્યું છે.
નિઃશુલ્ક કાનૂની સહાય, મહિલાઓના અધિકારો, મીડિયેશનની પ્રક્રિયા, ઘરેલુ હિંસા અધિનિયમ, શિક્ષણનો અધિકાર, લાંચ રૂશવંત વિરોધી અભિયાન સહ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ વિશે એડવોકેટ ગૌરાંગ વસાવા, સંજય વસાવા, એડવોકેટ ગૌરવ શાહ, જાગૃતિ ગોહિલ, સુભાષ વસાવા, લીગલ ઓફિસના સુમિત્રા ચૌધરી, કાનૂની સત્તામંડળના પી.એલ.વી. કેસુરભાઈ, જસવંત ચૌધરી, પરેશભાઈની ટીમ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા. શાળાના આચાર્ય જશોદાબેન સહકારથી શિબિર સફળ બનાવવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : 92 જેટલાં વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.
Advertisement