સુરત જિલ્લાની માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળા ખાતે તેમજ સરકારી માધ્યમિક શાળા મોસાલી ખાતે શાળાના બાળકોને ટી.એચ.ઓ સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રક્તપિત તથા ટી.બી.ના રોગના લક્ષણો અને તેની સારવાર વિષે સમજુતી આપવામાં આવી હતી શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલ હતુ.
જિલ્લા ક્ષય કેન્દ્ર સિવિલ સુરત માંથી આવેલ પ્રદીપભાઈ પટેલે બાળકોને ટીબીના લક્ષણો સારવાર અને તેની દવા સરકારી દવાખાનામાં મફત મળે છે તેની વિશેષ સમજુતી આપી હતી. લેપ્રેસી આસિસ્ટન્ટ ચૌધરી મેહુલભાઈએ રક્તપિત્તના લક્ષણો સારવાર વિશે બાળકોને સમજૂતી આપી હતી કે તેઓની સાથે PHC વેરકુઈમાંથી શેખ મોહમ્મદ સાકિર, હેલ્થ સુપર વાઈઝર પઠાણ સલમાન, એસ.આર. વસાવા હાજર રહી સમજ આપી હતી તથા મોસાલી પ્રાથમિક શાળામાંથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, જીતેન્દ્રભાઈ પટેલ, આઈશાબેન ઝમકડાં, વર્ષાબેન કાત્રોદીયા, કવિતાબેન તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ