માંગરોળ તાલુકાના વડોલી ગામેથી એસ.ઓ.જી ની ટીમે બાતમીને આધારે ગેરકાયદેસર રીતે સ્ફોટક સામગ્રી ભેગી કરી ફટાકડા બનાવતા એક ઈસમને રૂપિયા 2,05,620 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
એસ.ઓ.જી ને બાતમી મળી હતી કે માંગરોળના વડોલી ગામે એક ઈસમ બિનઅધિકૃત રીતે ભાડાનું મકાન રાખી સ્ફોટક પદાર્થ સાધન સામગ્રી ભેગી કરી ફટાકડા બનાવી રહ્યો છે આ બાતમીને આધારે એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારીઓ રણછોડભાઈ કાબાભાઇ, ગિરિરાજસિંહ અશોકસિંહ, રાજેશભાઈ બળદેવભાઈ અને આસિફખાન ઝહિરખાન પઠાણ વગેરે એ ઉપરોક્ત સ્થળે રેડ કરતા સ્થળ ઉપરથી હર્ષદભાઈ રમેશભાઇ ઠુંમર નામનો ઇસમ ઝડપાઈ ગયો હતો. આ ઈસમે સ્ફોટક સામગ્રી ફટાકડા બનાવવા માટે પોતાના રૂમમાં ભેગી કરી હતી અને ફટાકડા બનાવી વેચાણ કરનાર હતો પરંતુ ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો તેની પાસે નહીં હતા અને લોકોની જિંદગી જોખમાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. રૂમમાં તપાસ કરતા કુલ 25 નંગ ફટાકડાના કાર્ટુન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 88,500 તેમજ ફટાકડા બનાવવાનું મશીન કિંમત રૂપિયા એક લાખ, ઇથેલોન કેમિકલ ૨૧૦ લિટર, નાઈટ્રિક એસિડ 72 લીટર અન્ય સાધન સામગ્રી મળી કુલ 205620 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ માંગરોળ પોલીસને આપવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ