Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રીમતી એલ. પી. ડી. પટેલ સાર્વ. વિદ્યાલયમાં ધો. 12 નાં વિદ્યાર્થીઓ માટે ‘6 STEPS TO SET A GOAL’ કાર્યક્રમનું આયોજન કરાયું.

Share

શ્રી પુણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ, શ્રીમતી એલ. પી. ડી. પટેલ સાર્વ. વિદ્યાલયમાં તારીખ 09/10/2021 ને શનિવારના રોજ ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ માટે ‘6 STEPS TO SET A GOAL’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં તજજ્ઞ વક્તા તરીકે શાળાનાં ઉ. મા. વિભાગનાં શિક્ષક ડૉ. સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં શાળાનાં પ્રમુખ ભગુદાદા, ઉપપ્રમુખ ડૉ. નિલેશભાઈ પટેલ, આચાર્ય વિજયભાઈ પટેલ, શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. વક્તાનું સ્વાગત અને સન્માન પુસ્તક તથા સ્મૃતિભેટ આપીને જીતેનસિંહ માટીએડા અને આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. સંજયભાઈએ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગોલ શા માટે સેટ કરવા જોઇએ અને કેવી રીતે કરવા જોઇએ વિશે માહિતી આપી હતી. તેમણે ધ્યેય નક્કી કરવાના પગથિયાંઓ જણાવી ધ્યેયનું મહત્ત્વ સમજાવી પોતાના જીવનમાં સફળતા મેળવવાં માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે આભારવિધિ બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા વરાયેલ હોદ્દેદારો…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં જિલ્લાની કુલ-૬૭૧ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ કુલ-૩૧૯૨ પથારી (બેડ) ની સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

નર્મદામાં રોજ મરતા  લોકોનાં મૃત્યુનાં આંકડાનાં સમાચાર લખતા પત્રકારોની કલમ ધ્રુજે છે ! રાજપીપળાની કોવિડ હોસ્પિટલ શું ડેથ સેન્ટર બની ગયું છે..!!?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!