માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં એ.ઓ.ઝેડ – અસોસિયેશન ઓફ ઝૂઓલોજીસ્ટસ, વનવિભાગ સુરત, વનવિભાગ માંગરોળ તેમજ વાંકલ રેન્જનાં સંયુક્ત ઉપક્રમે વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ૨ ઓકટોબરથી ૮ ઓક્ટોબર સુધી સર્પ જાગૃતતા કાર્યક્રમ, નેચર વોક, કવીઝ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સ્ટોરી ટેલિંગ, સ્લોગન રાઈટીંગ સ્પર્ધા, નાટક તથા વેશભૂષા સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ તેમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તજજ્ઞ વક્તા તરીકે ડૉ.અરુણ ધોળકિયાએ વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણને સંબંધિત ગંભીર પ્રશ્નો અને તેની જાળવણી માટે કેવા પગલાં લઈ શકાય તેમજ વન્યજીવને બચાવવા માટે હાંકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે ડૉ.અરુણ ધોળકિયા, સુરત વનવિભાગના એ.સી.એફ. એસ.સી. કોસાડા, માંગરોળ રેન્જનાં આર.એફ.ઓ જે.જી.ગઢવી, વાંકાલ રેન્જના આર.એફ.ઓ. નીતિન વરમોરા, ડૉ.રાજેશ સેનમા, ડૉ.ધર્મેશ મહાજન, વિભાગીય વડાઓ, સ્ટાફ તથા વનવિભાગનાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન અને સંચાલન પ્રાણીશાસ્ત્ર વિભાગના મુબીના આજમ, જીગર પટેલ, શીતલ પટેલ, પીનલ ઠાકોર તથા તમન્ના ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ.
Advertisement