Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળની કોંગ્રેસ સમિતિએ તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા ૨૭૫ લોકોના સહાય ફોર્મ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સુપ્રત કર્યા.

Share

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા ૨૭૫ લોકોના પરિવારને સરકારી સહાય અપાવવા માટે ભરેલા ફોર્મ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સુપ્રત કર્યા હતા.

માંગરોળ તાલુકામાં ચાલુ વર્ષે કોરોનાથી ઘણા લોકોના મૃત્યુ થયા હતાં ઉપરોક્ત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ચાર લાખ સરકારી સહાય અપાવવા માટે માંગરોળ તાલુકા સમિતિના આગેવાનોએ દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ સરકારી સહાય મેળવવા અંગેના ફોર્મ ભર્યા હતા. સહાય ફોર્મના સેટ સંપૂર્ણ ભરીને તૈયાર કર્યા બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસ એસ સી સેલ ના પ્રમુખ દીપકભાઈ પરમાર સહિતના આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ૨૭૫ જેટલા કોરોનાથી અવસાન પામેલા વ્યક્તિઓના ફોર્મ સુપ્રત કર્યા હતા. હાલમાં તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા વ્યક્તિના ફોર્મ ભરવાની કામગીરી કોંગ્રેસ સમિતિના આગેવાનો કરી રહ્યા છે. કોરોના વાયરસથી અવસાન પામેલા વ્યક્તિના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય સરકાર વહેલી તકે ચૂકવે તેવા પ્રયાસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ખાતે ૭૨ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં હવામાને અચાનક કરવટ બદલી : વીજળીના કડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની જમાવટ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!