વિશ્વનાં ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મૂલ્યો અને આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતીય છે. ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વિવિધ સર્જનાત્મક લેખન સ્પર્ધાનું આયોજન કરવાનું એક પત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ સ્પર્ધા ધોરણ- 6 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્તરે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર છે.
બ્લોક રિસોર્સ સેન્ટર, માંગરોલ દ્વારા આ સંદર્ભે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન મોસાલી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં ધોરણ- 6 થી 12 નાં 2426 જેટલાં વિદ્યાર્થીઓએ જ્યારે તાલુકા કક્ષાએ 45 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.
1. ગુરુ તેગ બહાદુરનાં બાળપણનાં અનુભવો, 2. ગુરુ તેગ બહાદુરનાં જીવનની ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિકા, 3. ગુરુ તેગ બહાદુર- ગુરૂપદ, શહીદી તેમજ માનવતાનાં દૂત તરીકે જેવી થીમ આધારિત તાલુકાકક્ષાની આ સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા નીચેનાં 5 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યા હતા. (1) ચૌધરી પલક કુમારી દિનેશ ભાઈ (ઓગણીશા પ્રાથમિક શાળા),(2) ચૌધરી જયનીલ રાકેશ ભાઈ (ઝંખવાવ પ્રાથમિક શાળા),(3) ચૌધરી યશવી નરેન્દ્ર ભાઈ (એન ડી દેસાઈ હાઈસ્કૂલ વાંકલ ),(4) સાઈમાં અસદ ભૂલા (મોસાલી સરકારી માધ્યમિક શાળા),(5) પોચા ઝીનત સઇદભાઈ (નવા પાલોદ પ્રાથમિક શાળા ). આ તમામ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
સદર સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે મનસુખભાઇ વસાવા, ફિરદોષ ખાન પઠાણ, હંસપ્યારીબેન વાઘેલા એ સેવા બજાવી હતી સંચાલક તરીકે સુનિલ ભાઈ ચૌધરી, આકાશ કુમાર પટેલ સેવા આપી હતી આ સ્પર્ધા સમયે માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રભાઈ મોદી ખાસ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા. વિજેતાઓને બી આર સી હીરાભાઈ ભરવાડે અભિનંદન પાઠવ્યા હતા એમ સુનિલભાઈ ચૌધરી એ જણાવેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ