ઝંખવાવ ચાર રસ્તા ખાતે ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિ દ્વારા મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર જેઓ ખોટા આદિજાતિ દાખલો લઈને ધારાસભ્ય પદ તેમજ હાલમાં આદિજાતી મંત્રી તરીકે પણ તેમની નિમણૂક થઈ હોય ત્યારે આ સંદર્ભે તેમનું રાજીનામું માંગવા માટે હિત રક્ષક સમિતિ આજે ઝંખવાવ ખાતે મંત્રી જીતુભાઇ ચૌધરીને આવેદનપત્ર આપવાનું હોય મંત્રી જીતુભાઈ ચૌધરીએ ઝંખવાવથી બાયપાસ રસ્તો પસાર કરીને પાછલા રસ્તેથી માંગરોળ તરફ રવાના થઇ ગયા હતા ત્યારે ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિએ આ બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢે છે તેમજ ગીરસોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના મામલતદારએ 1799 જેટલા એક જ દિવસમાં જાતિ અંગેના દાખલા ઇસ્યુ કરેલ છે. જેની પણ તપાસની માંગણી કરવામાં આવે છે. હવે આવેદનપત્ર રજી.પોસ્ટ મારફતે મુખ્યમંત્રીને તથા રાજ્યપાલને રવાના કરવામાં આવશે.
આ પ્રસંગે હિત રક્ષક સમિતિના અધ્યક્ષ જગતસિંહ વસાવા, હરીશ વસાવા વાડી, સુરેશભાઈ, હરેશભાઈ એડવોકેટ, આમલીદાભડા, ઇમાનવેલ, કિશોરભાઈ ચૌધરી, મુકેશભાઈ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ