Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં દીપડાએ રાત્રે ખેડૂત પશુપાલકનાં ત્રણ વાછરડા ફાડી ખાધા : સ્થાનિક ખેડૂત પશુપાલકોમાં ફફડાટ…

Share

માંગરોળ ગામની સીમમાં હરસણી વગામાં ખેડૂતના ઘરે ગતરાત્રિ દરમિયાન દિપડા ત્રણ વાછરડાનો શિકાર કરી ફાડી ખાતા ખેડૂત પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે.

આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વનવિભાગ દ્વારા મૃત પશુઓના પી.એમ કરાવી કાર્યવાહી કરાઇ હતી. માંગરોળ ગામની સીમમાં હરસણી રોડ પર ખેતીની જમીન ધરાવતા ખેડૂત જશવંતભાઈ ડાહયાભાઈ પટેલ મૂળ ઓલપાડના વતની છે અને હાલમાં તેઓ ઉપરોક્ત સ્થળે ખેતી અને પશુપાલન કરે છે. ગતરાત્રિ દરમિયાન જંગલી જાનવર દીપડાએ ત્રણ વાછરડીઓનો શિકાર કરી ફાડી ખાધી હતી. આ ઘટના બનતાં સ્થાનિક ખેડૂતો પશુપાલકોમાં ભય ફેલાયો હતો આ બાબતે ખેડૂતે માંગરોળ વનવિભાગ કચેરીને જાણ કરતા વનવિભાગ દ્વારા પશુપાલકને નુકશાનીનું વળતર મળે તેમજ જંગલી જાનવર દીપડાને પાંજરૂ ગોઠવી ઝડપી લેવા અંગેની તજવીજ શરૂ કરાઈ હતી. ઉપરોક્ત ઘટના સંદર્ભમાં માંગરોળના સ્થાનિક આગેવાન ચંદુભાઈ વસાવાએ જણાવ્યું કે એગ્રીકલ્ચર વિજ લાઈનમાં રાત્રી દરમિયાન સિંગલ ફેઇઝ વીજળી આપવામાં આવતી નથી જેને કારણે ખેતરમાં વસવાટ કરતા ખેડૂતોને જંગલી જાનવરનો ભય સતાવી રહ્યો છે. પશુપાલકો વીજળીના વ્યાપક મુશ્કેલી વેઠી રહ્યા છે હાલ જંગલી જાનવરનો ભય ફેલાયો છે ત્યારે એગ્રીકલ્ચર વીજ લાઈનમાં સિંગલ ફેસ વીજળી આપવામાં આવે તેવી અમારી માંગણી છે વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી નજીકના હરસણી ગામના અનિલભાઈ વસાવાના ખેતર પાસે અવારનવાર દીપડો દેખાય રહ્યો છે અને બકરા મરઘાનો શિકાર કરી રહ્યો છે આજે વધુ એક ઘટના બની છે ત્યારે વનવિભાગ આ દિશામાં પગલાં ભરી ખેડૂતો પશુપાલકો અને ભયમુક્ત કરે તે જરૂરી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભાર્ગવ કપ ૨૦૧૮ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન

ProudOfGujarat

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ૪૦૦ થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચના કુવાદર ગામ ખાતે બુટલેગરો બન્યા બિન્દાસ, ખુલ્લેઆમ દારૂ વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!