Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

રાજ્ય સરકારના નવનિયુક્ત પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી જન આશીર્વાદ યાત્રામાં તારીખ ૧ લી ના રોજ આવી રહ્યા છે ઉપરોક્ત યાત્રા ઝંખવાવથી તાલુકામાં પ્રવેશ કરશે. ઠેર ઠેર જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવાની અધ્યક્ષતામાં માંગરોળ ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી.

Advertisement

જન આશીર્વાદ યાત્રાને સફળ સફળ બનાવવા માટે યોજાયેલી આ ખાસ બેઠકમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશ સુરતી, તાલુકા ભાજપના હોદ્દેદારો, મહામંત્રી રમેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, મુકુંદભાઈ પટેલ, તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા, યુવા મોરચાના પ્રમુખ મિહિર પટેલ સહિત ચૂંટાયેલા સભ્યો અને વિવિધ મોરચાના હોદેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામને ભાજપના આગેવાનો દ્વારા યાત્રાની જવાબદારીઓ આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કોરોના વાયરસની સ્થિતિ અંગે મનસુખ માંડવિયા એ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી

ProudOfGujarat

નવસારી સરદાર પટેલ કોલેજનું ગૌરવ..

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!