માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનાં બજારમાં છેલ્લા બે દિવસથી લોકોની વધુ પડતી ભીડ જામતા પોલીસે સપાટો બોલાવી ભીડને દૂર કરી દુકાનો બંધ કરાવી દીધી હતી અને સવારે 8 થી 11 કલાક દરમિયાન જાહેરનામાની જોગવાઈ અનુસાર માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખુલ્લી રાખવા સૂચના આપી હતી. કોરોના વાઇરસના કેશો વધતા સમગ્ર રાજ્ય અને દેશમાં લોક આરોગ્ય જોખમમાં મુકાઇ રહ્યું છે. સરકાર દ્વારા પ્રતિરોધ કડક પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી વાંકલ ગામના બજારમાં વધુ પડતી લોકોની ભીડ જામી રહી છે જેથી લોકડાઉનનો કોઇ મતલબ ન હોવાથી પણ ફરિયાદો ઉઠી રહી હતી. જેને પોલીસે ધ્યાનમાં લઇ માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.પરેશકુમાર નાયી દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા. સવારે ૧૧ કલાકે વાંકલ બજારની ભીડને દૂર કરવા માટે પોલીસ સ્ટાફે વાંકલ બજારમાં સપાટો બોલાવ્યો હતો જેથી બજારની ભીડ ગણતરીની મિનિટોમાં દૂર થઇ હતી. તેમજ પોલીસે બજારની દુકાનો બંધ કરાવી દીધી હતી અને સવારે ૮ થી ૧૧ ના સમયગાળા દરમ્યાન માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવાની સુચના આપી હતી. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ કામ વિના બજારમાં આંટા ફેરી કરતા લોકો વિરુદ્ધ છેલ્લા ચાર દિવસમાં ૧૦ થી વધુ જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યાં છે.
માંગરોળ : વાંકલ બજારમાં લોકોની ભીડ વધતાં પોલીસે સપાટો બોલાવી ભીડ દૂર કરી.
Advertisement