સમગ્ર શિક્ષા સુરત તરફથી આઈ.ઈ.ડી યુનિટ અંતર્ગત એસેસમેન્ટ કેમ્પ ત્રણ તાલુકાનો સંયુકત કેમ્પ માંગરોલ તાલુકાની ઝંખવાવ ઉચ્ચતર પ્રથમિક શાળા મુકામે તારીખ ૨૫/૯/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં CP OH MD – ૬૦ VI – ૯ HI -૨૫ MR 192 કેટેગરી ધરાવતા બાળકો મળી કુલ 286 બાળકોએ ભાગ લીધો આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દિપકભાઈ દરજી સાહેબના માર્ગદર્શન હેઠળ આઈ.ઈ.ડી. વિભાગ તરફથી આ કેમ્પનું આયોજન થયું. આ કેમ્પમાં જિલ્લા આઇ.ઈ.ડી. કો ઓર્ડીનેટર મલ્કેસભાઈ વાઘેશ્વરી, બી.આર.સી કૉ ઓર્ડીનેટર માંગરોળ હીરાભાઈ ભરવાડ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર ઝંખવાવ સુનિલ ભાઈ ચૌધરી તથા ત્રણ તાલુકાના આઈ.ઈ.ડી વિભાગનો તમામ સ્ટાફ હાજર રહી આ એસેસમેન્ટ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો.
આ કેમ્પમાં ડો. નીરજ, ડૉ. દીપ્તિ રંજન, ડૉ. નેતાજી હરિચંદન, ડૉ. કિસન કુમાર તથા સીએચસી ઉમરપાડાથી તેજસ્વીનીબેન ચૌધરી ઉપસ્થિત રહી બાળકોની તપાસ તથા નિદાન કરી જરૂરિયાત મુજબ સાધનો આપવા માટે તપાસ કરવામાં આવી અને આ તમામ બાળકોને જરૂરિયાત મુજબના સાધનો તારીખ 25 જાન્યુઆરી 2022 ના રોજ વિનામૂલ્યે આપવામાં આવશે. આમ ખૂબ જ સુંદર આયોજન સાથે કેમ્પ યોજવામાં આવેલ હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ