ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 156 માંગરોળ, ઉમરપાડાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને ઝંખવાવ કાર્યાલય ખાતે રૂબરુ મુલાકાત કરી એક આવેદનપત્ર આપી નવી પેન્શન યોજના બંધ કરી, જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી.
ગણપતસિંહ વસાવાએ આ બાબતે સરકાર મા રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ આવેદનપત્ર આપવા તાલુકા સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઇ ચૌધરી, મહામંત્રી મનહરભાઈ પરમાર, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.
Advertisement
વિનોદ મૈસૂરિયા : વાંકલ