Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળનાં રાટોટી ગામે પશુઓને ચરાવવા ગયેલો વૃદ્ધ ગુમ થયો.

Share

માંગરોળ તાલુકાના રટોટી ગામનો પશુ ચરાવવા ગયેલ વૃદ્ધ ગુમ થતાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઇ છે. રટોટી ગામના નિશાળ ફળિયામાં રહેતો અમરસિંગભાઈ બાલુભાઈ વસાવા ઉ.વ. ૬૧ તારીખ ૧૪ ના રોજ પશુને ચારો ચરાવવા રટોટી ગામની સીમમાં ગયો હતો ત્યારબાદ આ વૃદ્ધ પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ગુમ થયેલ વૃદ્ધ મોઢે બોલી શકતા નથી તેમ જ સાંભળી શકતા નથી અને પગે કાળા કલરની લાંબા ગમ બુટ પહેરેલ છે ગુમ થવા અંગે તેમના પરિવારના સભ્ય ઉમેદભાઈ શંકરભાઇ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શું સ્વચ્છતા અભિયાન છે…! : પીરામન નાકાથી લઈ ગુજરાત ગેસ કંપનીને જોડતાં મુખ્ય માર્ગ ઉપર ગંદગીનું સામ્રાજ્ય સર્જાયું.

ProudOfGujarat

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં રહેતા ફહીદ કાનીની વધુ તપાસ દરમિયાન નશીલા દ્રવ્યનું નેટવર્ક બહાર આવશે ?

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!