Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

Share

બારડોલી એસ.ટી.ડેપો ના સંચાલકો દ્વારા દોડાવવામાં આવતી સુરત ઉભારીયા સરકારી એસ.ટી બસ તદ્દન ખખડધજ હાલતમાં હોવાથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે અને આખરે તેઓએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉચ્ચ અધિકારીને જવાબદારો સામે પગલાં ભરવાની લેખિત ફરિયાદ કરી છે. ઉભારીયા ગામના જાગૃત નાગરિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સુરત ઉભારીયા રાત્રી રોકાણ એસ.ટી બસ છેલ્લા કેટલાક સમયથી અત્યંત ખરાબ હાલતમાં દોડાવવામાં આવી રહી છે. સદરહું એસ.ટી રુટ સારી આવકવાળો હોવા છતાં બારડોલી એસ.ટી ડેપોના અડિયલ અધિકારીઓ મનસ્વી વહીવટ કરી મુસાફરોને પરેશાન કરી રહ્યા છે.

ગઇ કાલે તારીખ 22 ના રોજ બસ નંબર.જી.જે.18 વાય 2527 ખોટકાઈ જતા ઉભારિયા ગામમાંથી વહેલી સવારે ટ્રેક્ટર લાવી બસને ધક્કો મારી બસ ચાલુ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ રહી છે છતાં એસ.ટી તંત્રના જવાબદાર અધિકારીઓ સારી એસ.ટી બસની ફાળવણી કરતા નથી જેનો ભોગ ગ્રામ્ય વિસ્તારની મુસાફર જનતા બની રહી છે. એક તરફ આદિવાસી વિસ્તારમાં મુસાફરોને ખાનગી વાહનો મળતા નથી મુસાફરોએ સરકારી એસ.ટી બસ પર આધાર રાખવો પડે છે ત્યારે જવાબદાર અધિકારીઓ ખરાબ હાલતમાં વાહન ફાળવી આદિવાસી મુસાફર જનતાની મજાક કરે છે ત્યારે ગંભીર બેદરકારી દાખવનારા એસ.ટી તંત્રના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત ફરિયાદ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી સીરત કપૂરે આ હોટ ફોટોશૂટનો BTS વીડિયો શેર કર્યો

ProudOfGujarat

ભરૂચથી નેત્રંગ જતાં રસ્તા પર 45 પશુઓને ગેરકાયદેસર નિકાસ કરતાં ચાર શખ્સોને ઝડપી પાડતી રાજપરડી પોલીસ.

ProudOfGujarat

કાલોલના કરોલી ગામે  લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડીગ્રીધારી ડોકટર ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!