Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળની એસ.બી.આઇ. બેંકમાં એક જ કાઉન્ટરથી ગ્રાહકોને ભારે હાલાકી…

Share

માંગરોળ તાલુકા મથક ખાતે કાર્યરત એસ.બી.આઇ. બેન્કમાં લેવડ દેવડ માટે એક જ કાઉન્ટર હોવાથી ગ્રાહકોને વ્યાપક મુશ્કેલી પડતા માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યએ બેંકના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે.

માંગરોળ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય મોહનભાઈ કટારીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે માંગરોળ ગામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં માત્ર એક જ કાઉન્ટર છે નાણાંની લેવડ-દેવડ કરવાની અને ચલણ જમા કરાવવા વગેરે કામગીરી એક જ કાઉન્ટર ઉપરથી કરવામાં આવે છે જેથી ગ્રાહકોનો સમય બગાડવા સાથે વ્યાપક મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ પેન્શન ધારકો, વૃદ્ધો, મહિલાઓ બેંકમાં કામકાજ માટે આવે ત્યારે તેઓની હાલત કફોડી બને છે. ઉપરોક્ત બેંકમાં નાણાં લેવા ટોકન સિસ્ટમ છે પરંતુ એક જ કાઉન્ટર હોવાથી ખોટો સમય વેડફાઈ રહ્યો છે જ્યારે બીજું કાઉન્ટર શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ બાબતે અમે આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુરતને લેખિત રજૂઆત કરેલ છે અને માંગરોળ બેંક શાખાના મેનેજરને રૂબરૂ લેખિત ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ગ્રાહકોના હિતમાં બેંકના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ કરે જરૂરી બન્યું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વસંતના વૈભવને વધાવતા રંગોત્સવમાં પ્રેમી પંખીડાઓનું પુનઃ મિલન થયુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદભાર ગ્રહણ કર્યો.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ આઈ વોર્ડની હાલત ખુબ જ દયનીય છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!