માંગરોલ તાલુકાના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિઓનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાનીફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
વાંકલ, આંબાવાડી, કંસાલી,વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુના વિવિધ ગામોમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરાયું હતું. સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા આવ્યું હતું. સૌ પ્રથમવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ગણેશજીની પ્રતિમા મુકવામાં આવી હતી. ઉમરપાડામાં આઠ ગણેશ મૂર્તિઓ અને માંગરોલ પોલીસના હદ વિસ્તારમાં 56 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement