Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરાયું.

Share

શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ભાવિક ભક્તો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરીત ધર્મ જાગરણ સમન્વય દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ગણપતિની 25 જેટલી મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે ગણેશજીની બે થી ચાર ફૂટની મૂર્તિ રાખવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના ધર્મ જાગરણ વિભાગ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જન જાગૃતિ રક્ષા મંચ પ્રદેશ ઉપપ્રમુખ ભગુભાઈ ચૌધરી સુરત જિલ્લા ધર્મ જાગરણ સહ પ્રમુખ ધર્મેશ વસાવા, માંગરોળ તાલુકા કાર્યવાહક જગદીશ પટેલ યુવરાજસિંહ સોનારીયા ગ્રામજનો સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલ : 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ : દેશભરમાં એલર્ટ અપાયું.

ProudOfGujarat

કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

હાલોલ નગરમા ભૂદેવો દ્વારા શાસ્ત્રો વિધિ મુજબ સમૂહમાં જનોઈ ધારણ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!