માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L. એકેડેમીમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ભાષાકીય સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો અને સંસ્કૃત ભાષાના વ્યવસ્થિત માળખાનો લાભ લેવાની તક પૂરી પાડવાનો છે જે તમામ ભાષા શીખવાની સમજ આપી શકે છે અને સંસ્કૃત ભાષા લોકોને સરળતાથી સુલભ બનાવે છે. માતા સરસ્વતીના વરદાન રૂપ મળેલી સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓની જનની ગણાય છે. શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી ઓનલાઇન માધ્યમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષકો દ્વારા સંસ્કૃતમાં ભારતીય પ્રતિજ્ઞા, સંસ્કૃતમાં શ્લોક પાઠ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. ધોરણ 1 થી 10 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સંસ્કૃતમાં ભારતીય પ્રતિજ્ઞા, સંસ્કૃતમાં સ્વ-પરિચય, સંસ્કૃતમાં સંખ્યાઓ, સંસકૃતમાં સમય, સંસ્કૃતમાં ફળો, ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓના નામ, સુભાષિત પ્રસ્તુતિ, ભગવદ ગીતામાંથી શ્લોક વગેરે શીખવામાં આવ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ