પોલીસ મહાનિરીક્ષક, સુરતની રાહબરી હેઠળ અને પોલીસ અધિક્ષક ઉષા રાડાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને શોધીને કાઢવા એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ધડુકને જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા એસ.ઓ.જી.શાખાના માણસો માંગરોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.કો.આસિફખાન ઝહીરખાન તથા પો.કો.વિરમ બાબુને તેમના બાતમીદાર તરફથી પાકી બાતમી મળી હતી કે સન 2020 ની સાલનો માંગરોલ પોલીસના પ્રાણી સંરક્ષણ અધિનિયમના કામનો આરોપી મુસાભાઇ સલીમ ભાઈ સાલેહ ઉર્ફે સમદ સલીમ સાલેહ ઉર્ફે ગુજ્જર, રહે.૪૨ ગાળા,કોસાડી, તા. માંગરોલ. જી. સુરત જે સિમોદ્રા પાટિયા પાસે ઉભો હતો. બાતમી વાળી જગ્યાએથી આરોપીને દબોચી લીધો હતો. પૂછપરછ કરતા આરોપી 2020 ના વર્ષમાં કોસાડી ખાડીની બાજુમાં પડતર જગ્યામાં બે ગાયોની કત્લ કરી હતી અને પોલીસ રેડ જોઈ ગાય કત્લ કરવાના સાધનો મૂકી ભાગી છૂટ્યો હતો. માંગરોલ પોલીસ સ્ટેશનના પાંચ ગુનામાં નાસતા ફરતા આરોપીને માંગરોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુકની રાહબરી હેઠળ એ.એસ.આઈ.કિરણસિંહ લક્ષ્મણસિંહ, હે.કો. ગિરિરાજસિંહ અશોકસિંહ, હે.કો.રણછોડ઼ કાબા, પો.કો.વિરમ બાબુ,પો.કો.આસિફખાન ઝહીરખાને કામગીરી બજાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ