Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલમાં આગામી તા. 6 ના રોજ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ગ્રામીણ વિસ્તારના આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડરનું વિતરણ કરાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સાયન્સ કોલેજમાં તારીખ 6 ના બપોરે 2:00 કલાકે, તાલુકાના આવાસ યોજનાના જરૂરિયાતમાં લાભાર્થીઓને વર્ક ઓર્ડરનું વિતરણ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવશે.

તાલુકા પંચાયત કચેરી માંગરોળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને વર્ક ઓર્ડરના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અતિથિ તરીકે દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન અફઝલ ખાન પઠાન કારોબારી અધ્યક્ષ મહાવીરસિહ પરમાર, વાંકલ ગામના સરપંચ ભરતભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા, જીલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન નયનાબેન સોલંકી, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન દિપ્તીબેન પરમાર વગેરે હાજર રહેશે.

Advertisement

વિનોદ મૈસુરીયા વાંકલ


Share

Related posts

વધતા ફુગાવાના ભય વચ્ચે ભારતમાં નાણાકીય સુખાકારીનું મહત્વવધી રહ્યું છે – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ઇન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ.

ProudOfGujarat

પંચમહાલ:તલાટીઓની હડતાલનો ત્રીજો દિવસ, સાફસફાઇ હાથ ધરી નોધાવ્યો વિરોધ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટા બેટિંગ જુગારના ૪ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!