Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : મોસાલી મુકામે દાતાઓના સહયોગથી મૈયત માટે મફત ગુસલખાનુ તૈયાર કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાના મોસાલી મુકામે વેલફેર ટ્રસ્ટના મોસાલીના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા (લાલભાઈ ), કાસીમ જીભાઈના સહયોગથી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રી માં ગસલ તેમજ સામાન આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટીની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવેલ છે. આ વાતનુકૂલિન શબ પેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકશે અને આ સાર્વજનિક છે જેનો કોઈ ચાર્જ નથી દરેક ધર્મ માટે છે. આ ગુસલ ઘર બનાવવા માટે જમીન યુસુફભાઈ કોલી તરફથી વકફ કરવામાં આવેલ છે જ્યારે બાંધકામ અને નિભાવ ખર્ચ ફારૂક ભાઈ બાવા, બાવા ફેમિલી તરફથી આપવામાં આવેલ છે જે બદલ મોસાલી વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી મકસુદ ભાઈ માંજરા (લાલભાઈ )કાસીમ જીભાઈએ દાતાઓનો આભાર માનેલ છે શબપેટી પેટી તેમજ ગુસલ માટે મકસુદભાઈ માંજરા મોબાઇલ,- 9427473786 કાસીમ જીભાઈ મોબાઈલ,- 9913702201 પર સંપર્ક કરવાનો રહેશે. અત્રે નોંધવુ જરૂરી છે કે આ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં મદ્રેસા, રાહતદરે મેડિકલ સ્ટોર્સ, ફ્રી માં એમ્બ્યુલન્સ સેવા પણ ચલાવવામાં આવશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને BAPS ગાંધીનગરના અક્ષરધામની મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

મોંઘવારી સામે જંગ… સોમવારે કોંગ્રેસ પ્રેરિત ભારત બંધનું એલાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!