માંગરોળ તાલુકા મથક એસ.પી.મદ્રેસા ટાઉન હોલમાં અને ઝંખવાવ ખાતે સુમુલ ડેરીની 70 મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ/ ઓનલાઇન માધ્યમથી યોજાઇ હતી.
કોરોના ગાઈડલાઈન અનુસાર ચાલુ વર્ષે સુમુલ ડેરી દ્વારા દરેક તાલુકા મથક ખાતે વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજવાનો નિર્ણય થયો હતો. જેના ભાગરૂપે માંગરોળ ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં દૂધમંડળીના પ્રતિનિધિ તરીકે દીપકભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી,ભરતભાઈ પટેલ સહિત તાલુકાની તમામ દૂધ મંડળીઓના પ્રમુખ,મંત્રી હાજર રહ્યા હતા અને સંસ્થાને લગતા પ્રશ્નો ઓનલાઇન રજૂ કર્યા હતા. જેના જવાબો સુમુલના ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા. સુમુલ સંસ્થાના પ્રતિનિધિ તરીકે પ્રોડક્શન મેનેજર હિરલભાઈ પરીખ સહિત અન્ય કર્મચારીઓએ વાર્ષિક સાધારણ સભાનું સુંદર આયોજન કર્યું હતું. એ જ પ્રમાણે ઝંખવાવ ગામે હનુમાનજી મંદિર ખાતે સુમુલ ડેરી 70 મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ હતી.જેમાં ઉમરપાડા તાલુકાની દૂધ મંડળીના પ્રતિનિધિઓ તેમજ સુમુલ ડેરીમાં સંઘ સભાસદ તરીકે જોડાયેલી વાલિયા તાલુકાની ચાસવડ દૂધ મંડળી અને સાગબારા તાલુકાની અમીયર દૂધ મંડળીના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા. તેમજ ઉમરપાડા તાલુકાનું સુમુલ ડેરીમાં પ્રતિનિધિત્વ કરતા ડિરેક્ટર રીતેશભાઈ વસાવા,સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા અને ઉમરપાડાની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ નારસિંગભાઈ વસાવા, પુરુષોત્તમભાઇ પાડવી સહિત વિવિધ દૂધ મંડળીના પ્રતિનીધીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સાધારણ સભામાં જોડાયા હતા.ઝંખવાવ ગામે સાધારણ સભાનું સુંદર આયોજન સુમુલ સંસ્થાના પ્રતિનીધીઓ ડોક્ટર સુરેશભાઈ અગેરા,સંજયભાઈ દોશી સહિત સહ કર્મચારીએ કહ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંક્લ