માંગરોળ મામલતદાર કચેરી ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ કાર્યક્રમના ઉપસ્થિત પદાધિકારીઓનું માંગરોળ મામલતદાર ડી.કે.વસાવા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીએ આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીઓની અને ભારતીય સેનાની ઝાંખી અપાવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું સીધું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ માધ્યમથી નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં માંગરોળ મામલતદાર ડી.કે.વસાવા, ટીડીઓ ચંદ્રકાન્ત પઢિયાર, જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી ,તા.પં. પ્રમુખ ચંદન ગામીત,હિતેન્દ્ર ભટ્ટ,ગિરીશ પરમાર,NRI ઇન્દ્રિશ પઠાણ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement