રાજ્ય સરકારે પ્રજાજનોના સહકારથી ધરતીને વન-આચ્છાદિત કરી હરિયાળી બનાવવાના સંકલ્પના ભાગરૂપે તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૯.૧૫ વાગ્યે કૃષિ, ગ્રામ વિકાસ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત સરકારી સાયન્સ કોલેજ ખાતે સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાશે.
સમારોહમાં વનમંડળીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે. સાથોસાથ મંત્રી, મહાનુભાવો અને ઉપસ્થિત નગરજનો વલસાડ ખાતે આયોજિત રાજ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળશે.
કોરોના મહામારીની અદ્યતન માર્ગદર્શિકા અનુસાર આયોજિત વન મહોત્સવમાં સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા ઘનિષ્ઠ વનીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, મુખ્ય વન સંરક્ષક (સુરત વર્તુળ) સી.કે.સોનવણે, સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા વનીકરણ સમિતિના સભ્ય સચિવ અને નાયબ સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ), સુરત ડી.એન.રબારી, ધારાસભ્યઓ સહિત વનવિભાગના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહેશે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ