માંગરોળ તાલુકાના ટીડીઓ દિનેશભાઈ પટેલ દ્વારા રાત્રી સભા કરી લોકોને સરકાર શ્રીની યોજનાઓ સમજાવવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વાંકલના વેરાવી ફળિયામાં રાત્રે 8:30 વાગ્યે સભા યોજવામાં આવી હતી. વાંકલના વેરાઈ ફળિયામાં રાત્રી સભા ભજન ધૂનથી શરૂઆત કરવામાં આવી હતી. આ રાત્રી સભામાં ડી.બી પટેલ દ્વારા વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેવી કે આધારકાર્ડ યોજના, વિધવા સહાય પેન્શન, કિસાન ક્રેડીટ કાર્ડ, કિસાન નિધિ આવાસ યોજના, જિલ્લા ઉદ્યોગ મારફત મળતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી અને ખેતીવાડીની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા વારસાઈ ના કરવાથી સરકારની વિવિધ યોજનાથી વંચિત રહે છે તેથી વારસાઈ અને પેઢી નામું બનાવવા પર ભાર મુક્યો હતો. પટેલ સાહેબે જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના 72 જેટલી ગ્રામ પંચાયતોના ૯૨ જેટલાં ગામોમાં રાત્રી સભા યોજવામાં આવશે. તેનાથી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તેવા પ્રયત્ન કરવામાં આવશે વાંકલ ખાતે ટીડીઓ દિનેશભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી વિજયભાઈ વસાવા અને ચુનીલાલ ભાઈ ચૌધરી સરપંચ ભરતભાઈ વસાવા તલાટી કમ મંત્રી શ્રી સતિષભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
માંગરોળ તાલુકામાં રાત્રી સભા કરી લોકોને સરકાર શ્રીની યોજનાની માહિતી આપવામાં આવી હતી.
Advertisement