માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. સેવસેતુનો 700 લોકોએ લાભ લીધો. આ કાર્યક્મમાં માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, સુરત જીલ્લા પંચાયત સદસ્ય અફઝલ પઠાણ, સુરત જીલ્લા પંચાયત ના દંડક દિનેશ સુરતી, વાંકલ સરપંચ ભરત વસાવા, માંગરોળ તાલુકા વિકાસ અધિકારી પઢીયાર, તાલુકામાંથી સી.ડી.ચૌધરી,મામલતદાર માંગરોળ, માંગરોળ તાલુકા સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, શૈલેષ મૈસુરીયા વિગેરે હાજર રહ્યા હતા.
વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સીનેસનનો પહેલો અને બીજો ડોઝ આપવાનું આયોજન કરાયું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે માંગરોળ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તારીખ ૨ જી ઓગસ્ટના રોજ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા સંવેદના દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં ૫૦૦ જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો મૂળ હેતુ ગ્રામ્ય કક્ષાએ વ્યક્તિલક્ષી રજૂઆતો અને તેનો નિકાલ કરવાનો છે. સેવસેતુ કાર્યક્મનો 700 લોકોએ આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિના દાખલા, વિધવા સહાય સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની સંખ્યાબંધ યોજનાઓનો લાભ લીધો હતો. લાભથી વંચિત લોકોને યોજનાનો લાભ મળે એ પ્રમાણેનું આયોજન સેવાસેતુ કાર્યક્રમમાં થયું છે. સરકારના તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને ખાસ જવાબદારીઓ આ સેવાસેતુ કાર્યક્રમ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના લોકો આ કાર્યક્રમનો લાભ વધુમાં વધુ લીધો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ