Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં BSNL ના ધાંધીયા સાથે સરકારી કચેરીઓમાં GSWAN નેટવર્ક કનેક્ટિવિટી ખોટકાતા પારાવાર મુશ્કેલી.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં BSNL ધાંધિયા સાથે બંને તાલુકાની સરકારી કચેરીઓમાં GSWAN નેટવર્ક કનેક્ટિવિટી છેલ્લા કેટલાક દિવસોથી ખોટકાતા કચેરીઓના કામકાજ ખોરંભે પડતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બીજીતરફ વોડાફોન સહિત અન્ય ખાનગી કંપનીઓના નેટવર્કમાં પણ ભારે ધાંધિયા સર્જાતા આજના ડિજિટલ યુગમાં બંને તાલુકાના લોકોની ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

માંગરોળ તાલુકા મથકની મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી GSWAN નેટવર્ક કનેકટીવિટી ખોટકાઈ છે એ જ પ્રમાણે ઉમરપાડા તાલુકા મથક મામલતદાર કચેરીમાં GSWAN નેટવર્ક કનેક્ટિવિટી સદંતર બંધ રહે છે.સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓને કામ કરવામાં તકલીફના રહે અને લોકોના કામ ફટાફટ થાય એવા હેતુથી સરકારી કચેરીઓને ગુજરાત સ્ટેટ એરિયા નેટવર્ક GSWAN થી આવરી લેવામાં આવી છે. પરંતુ સરકારનો આ હેતુ સિદ્ધ થયો નથી સરકારી કચેરીઓમાં નેટવર્ક કનેક્ટિવિટી ના ધાંધિયાથી મહત્તમ સરકારી કચેરીઓના કામ ખોરંભે પડ્યા છે.લોકો પોતાના કામ માટે તાલુકા મથકની કચેરીઓમાં ધરમ ધકકા ખાઇ રહયા છે છતાં કામો થતાં નથી. જ્યારે સરકારનું સાહસ ગણાતી BSNL સેવામાં માંગરોળ ઉમરપાડા સહિત વાંકલ ઝંખવાવ વિસ્તાર ભારે ધાંધિયા સર્જાઈ રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં BSNL ના અધિકારીઓ ગ્રાહકોની રજૂઆત સાંભળતા નથી. જેને કારણે બેન્કિંગ સેવાથી લઈ અનેક સેવાઓમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકારી તંત્રની સાથે વોડાફોન સહિતની ખાનગી કંપનીઓ ગ્રાહકો પાસે પૈસા વસુલાતીથી હોવા છતાં યોગ્ય પ્રકારનું નેટવર્ક આપવામાં નિષ્ફળ નીવડી છે. આજના ઝડપી યુગમાં આ સ્થિતિ લોકોને પરવડે તેમ નથી ત્યારે જવાબદારો તાત્કાલિક ધોરણે પગલાં ભરી લોકોની સમસ્યાનું સમાધાન કરે તેવી લોક માંગ બંને તાલુકામાંથી ઉઠી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : ધો-4 થી ધો-9 સુધીનાં નકલી સર્ટિફિકેટ બતાવી બેલદાર બનનાર પોલીસપુત્ર સહિત 4 ની લાલગેટ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ ના પારખેત ગામ ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા 

ProudOfGujarat

અંકલેશ્વર ના અંદાડા ખાતે વડોદરા આર આર સેલ ની ટીમે બુટલેગરો ને ત્યાં રેડ કરતા હજારો ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!