સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત કર્મચારીઓની સહકારી શરાફી અને ગ્રાહક સહકારી મંડળી લી.માંગરોળની 55 મી વાર્ષિક સાધારણ સભા સતિષભાઈ આર ગામીત તલાટીકમ મંત્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી માંગરોલ મુકામે રાખવામાં આવેલ હતી. શરૂઆતમાં મંડળીના અવસાન પામેલ સભ્યોનીઆત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવેલ હતુ. ત્યારબાદ સભાની કાર્યવાહી એજન્ડા મુજબ શરૂ કરવામાં આવી હતી. મંડળીના હાલના પ્રમુખ પ્રિતમભાઇ પરમારની બદલી થતાં તેમણે રાજીનામું આપતા સર્વ સંમતિથી જયેશભાઈ ગામીત જુ.ક્લાર્ક તાલુકા પંચાયત માંગરોળની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઉપપ્રમુખ તરીકે એલ.જી. ઝીણા,એમ.પી.એચ.એસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ, સહમંત્રી તરીકે ધનજી સોલંકી નિવૃત્ત નાયબ હિસાબનીશ, મંત્રી તરીકે નરેશ પરમાર સિનિયર ક્લાર્ક બ્લોક હેલ્થ માંગરોળ, આંતરીક ઓડીટર તરીકે દલસુખભાઈ પટેલ એસ.એસ.બાંધકામની નિમણૂક કરવામાં આવેલ તેમજ કારોબારી સભ્ય તરીકે 9 સભ્યોને યથાવત રાખવામાં આવેલ છે એમ સહમંત્રી ધનજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધનજીભાઈ એ કરેલ હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ