માંગરોળ તાલુકાના કંટવાવ ગામે ગ્રામજનો દ્વારા રોડની બંને બાજુએ વૃક્ષારોપણ કરાયું હતું. છેલ્લા કેટલાક સમયથી વારંવાર વિકાસના કામ માટે જાણીતું થયેલું કંટવાવ ગામ ફરીથી એક ઉત્તમ કાર્ય સાથે આસપાસના ગામો માટે ફરીથી ઉદાહરણરૂપ બન્યું છે.
ગામના યુવાનો દ્વારા ગામની બહાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામ સુશોભિત કરી શકાય અને વૃક્ષોને ઉછેરી તેમનું જતન કરી પર્યાવરણને સમતોલન આપવા માટે આ નાનકડો પ્રયાસ કરી ગામના યુવાનોએ ગામમાં દાખલ થતા રસ્તાની બન્ને બાજુ પામ ટ્રી,બોટમ, મચ્છી, ઓઈલ, રોયલ પામ જેવા ૯૦ જેટલાં વિવિધ છોડનું વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઝંખવાવ વનવિભાગના અધિકારી જયંતીભાઈ બારીયાએ પણ હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો અને તેમની પહેલને આવકારી હતી તેમજ જરૂર પડે ત્યારે વનવિભાગ તરફથી પર્યાવરણની જાળવણી માટે સહયોગ આપવાની બાંહેધરી આપી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળના કંટવાવ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
Advertisement