Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળના રતોલા ગામે કારના ટાયરમાં પંચર પડતાં કાર પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો.

Share

માંગરોળ તાલુકાના રતોલા ગામથી દેગડીયા ગામ વચ્ચેના માર્ગ પર કારના ટાયરમાં પંચર પડતાં કાર ચાર પલ્ટી મારી ગઇ હતી પરંતુ ગંભીર અકસ્માતમાં સામાન્ય ઇજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો.

બોરસદ દેગડિયા ગામના માજી સરપંચ હિતેશભાઈ હરીસિગભાઈ ગામીત રતોલા ચોકડીથી પોતાના ગામ દેગડીયા આવી રહ્યા હતા ત્યારે તેઓની સ્વીફ્ટ કારમાં અચાનક પંચર પડતાં કાર ચાર પલટી મારી ગઇ હતી અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો તેમજ ચાલક હિતેશભાઈને માથાના ભાગે ઇજાઓ થઇ હતી સ્થળ ઉપર અકસ્માતની સ્થિતિ જોતા સદનસીબે સામાન્ય ઇજા સાથે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ ની મદદ લઇ ઇજાગ્રસ્ત હિતેશભાઈને તાત્કાલિક માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પતિનાં લગ્નેત્તર સંબંધનાં પરિણામે ભાંગવાની અણીએ પહોંચેલ લગ્નજીવન બચાવતી અભયમ મહિલા હેલ્પલાઈન.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

ProudOfGujarat

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા. ૩૦ મી જુન સુધી બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!