Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકના ૧૧૪ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ અને સખી મંડળોને લોન વિતરણ કરાયું.

Share

માંગરોળ તાલુકા મથકના મોસાલી ગામે બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકના ૧૧૪ માં સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ પાંચ સખી મંડળોને મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બેંક ઓફ બરોડાના ૧૧૪ માં સ્થાપનાદિને બેંક ઓફ બરોડા મોસાલી શાખાના મેનેજર પ્રવીણભાઈ ચૌધરી અને કર્મચારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી શિવાંગીનીબેન શાહ દ્વારા ડુંગરી ગામે ૧૧૪ વૃક્ષો વાવી બેન્કના ૧૧૪ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બેંક ઓફ બરોડા શાખા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ પાંચ જેટલા સખી મંડળોને લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેન્કના વરિષ્ઠ ગ્રાહક ગીતાબેન પાઠકના હસ્તે બેંક ઓફ બરોડાના સ્થાપનાદિન નિમિત્તે કેક કાપવામાં આવી હતી. બેંકના સહકર્મચારીઓ પરેશભાઈ પરમાર, મહેશભાઈ ગુપ્તા, પિયુષભાઈ ચૌધરી, અમિતભાઈ ગામીત, કનુભાઈચૌધરી, પ્રિયંકાબેન વગેરે દ્વારા બેન્કના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં તસ્કરોની હેટ્રીક : એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવતા તસ્કરો…

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!