Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે હિતેન્દ્રભાઈ ચૌધરીની બિનહરીફ વરણી થઈ.

Share

માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે હિતેન્દ્રભાઇ ચૌધરી અને કાર્યવાહક પ્રમુખ પદે રંગાભાઈ ચૌધરી બિનહરીફ વરણી કરવામાં આવી છે.

માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિહ ખેર અને સિનિયર કાર્યવાહક પ્રમુખ રાજુભાઈ ચૌહાણે અંગત કારણોસર રાજીનામુ આપી દીધું હતું જેથી પ્રાથમિક શિક્ષક સંઘના નવા પ્રમુખની વરણી આવશ્યક બનતા ચૂટણી અંગેનું જાહેરનામુ બહાર પાડવામા આવ્યું હતું જેમાં સર્વ સહમતી થતા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદ માટે હિતેન્દ્રભાઈ બી. ચૌધરી (ઈશનપુર) તથા સિનિયર કાર્યવાહક પ્રમુખ તરીકે રંગાભાઈ એચ. ચૌધરી (માંડણ) એ ઉમેદવારી નોંધાવી. બીજી ઉમેદવારી નહીં થતા બંને ઉમેદવારોની બિન હરીફ વરણી કરવામા આવી આવી હતી. નવા પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી માંગરોળ ઉમરપાડા ટીચર સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે શિક્ષકોએ તેમનામાં વધુ વિશ્વાસ મૂકીને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની વધુ એક જવાબદારી આપી છે તેમણે શિક્ષકો, શિક્ષણ શાખા અને સંલગ્ન વહીવટી શાખા સાથે સંકલન કરી તમામ બાબતો ઉકેલવા ખાતરી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકામાં વહેલી સવારે વીજ કંપની ટીમના દરોડા, 40 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ.

ProudOfGujarat

રિપીટર વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં આ વર્ષે 2 થી 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થશે.

ProudOfGujarat

ભરૂચ : હેલ્પીંગ નિડસ ગૃપ દ્વારા કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!