Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : તાલુકા પંચાયત, ઓલપાડ ખાતે શિક્ષકોની સંકલન બેઠક યોજાઇ.

Share

તાજેતરમાં ખાલી પડેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાનો ચાર્જ માંગરોળનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઈ મોદીએ સંભાળતા તેમનાં અધ્યક્ષપણા હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડિનેટરો તેમજ કેન્દ્રશિક્ષકોની એક સંકલન બેઠકનું આયોજન અત્રેનાં તાલુકા પંચાયત ભવન સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર કિરીટભાઇ પટેલે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઈ મોદીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતાં. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે તાલુકાનો શૈક્ષણિક ચિતાર રજૂ કર્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઈ મોદીએ ઉપસ્થિત સૌને શૈક્ષણિક તથા વહીવટી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમણે પરસ્પર સંકલન થકી શિક્ષકો તથા શાળાનાં વણઉકેલ્યા પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી હતી.એમ પ્રચાર પ્રસાર મંત્રી વિજય પટેલ અખબારી યાદી મા જણાવેલ છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડિયા નગરના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી પલાયન

ProudOfGujarat

કાશિકા કપૂરે તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ના શીર્ષકની જાહેરાત કરી

ProudOfGujarat

મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે આ ખેલાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!