– પ્રથમ દિવસે 43 રીપીટર વિદ્યાર્થીઓમાંથી 39 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.
– સમગ્ર પરિક્ષા કોરોનાની ગાઈડલાઈન મુજબ લેવામાં આવી.
તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયેમુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત એસ પી મદ્રેસા બોયઝ હાઇસ્કુલ સેન્ટર ખાતે ધોરણ 10 ના બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આ બોર્ડની પરીક્ષા કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી, સેનેટાઈઝરનો ઉપયોગ કરી દરેક વર્ગખંડ સેનેટાઈઝ કરીને લેવામાં આવેલ હતી.
પ્રથમ દિવસે 43 વિદ્યાર્થીઓમાંથી 39 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પ્રથમ દિવસે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઇસ્માઇલ પટેલ, શાળાના આચાર્ય સઇદભાઈ લીલગર, અકબરભાઈ મંગેરા સલીમભાઈ પટેલ વગેરે દ્વારા બાળકોને ચોકલેટ આપી ટેમ્પરેચર ગન વડે ટેમ્પરેચર ચકાસી, સેનેટાઇઝનો ઉપયોગ કરી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવેલ હતો. જ્યારે સ્થળ સંચાલક તરીકે આચાર્ય સઈદભાઈ લિલગર એસેવા બજાવી હતી, સમગ્ર પરીક્ષાનુ અયોજન સરકારની ગાઈડલાઇન મુજબ કરવામા આવેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ