મોસાલી બજારમાં જન ચેતના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ દિન પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ, તેમજ અન્ય ચીજવસ્તુઓમાં વધી રહેલા અસહ્ય ભાવ વધારાનો વિરોધના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ સમિતિએ દસ દિવસ જન ચેતના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે માંગરોળ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદશન કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકા મથકે ભાજપ સરકારની મોંઘવારીથી તરબતર નીતિના વિરોધમાં જન ચેતના આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. માંગરોળ મથકે ગુજરાત એસ.સી.સેલ ના પ્રમુખ તરુણ વાઘેલા, રમણ ચૌધરી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શામજી ચૌધરી, બાબુ ચૌધરી, રૂપસિંગ ગામીત, મહામંત્રી પ્રકાશ ગામીત, ગૌરાંગ ચૌધરી, ઉજાસ ચૌધરી વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement