Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાંકલ : માંગરોળ તાલુકામાં ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ જેટલા વિકાસકામોને મળી મંજૂરી.

Share

જિલ્લા આયોજન મંડળ હેઠળ ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ટ્રાયબલ એરિયા સબ પ્લાન અંતર્ગત માંગરોળ તાલુકામાં રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ જેટલા રસ્તા, ગટરલાઈન, બોર સહિતના વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં મોસાલી ગામે રૂા.૭૫-૭૫ હજારના ખર્ચે વસંત ઠાકોરના ઘરેથી રાકેશ અમરતના ઘર સુધી સી.સી.રોડનું કામ તથા જયેશ ચંદુના ઘરથી સામે બોર હેન્ડ પંપનું કામ, રૂા.૨.૫૦ લાખના ખર્ચે પીપોદરા ગામે વિશ્વકર્મા નગરમાં મનુભાઈ ભરવાડના ઘરથી મેઈન રસ્તા સુધી ગટરલાઈનનુ કામ તથા રૂા.૭૫ હજારના ખર્ચે શાહ ગામે સતીષ ગામીતના ઘરની સામે પેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાંકલ ગામે રૂા.૭૫-૭૫ હજારના ખર્ચે વેરાવી ફળીયામાં હનુમાન મંદિર પાસે પેવર બ્લોકનું કામ તથા પાણીની ટાંકી સુધી સી.સી.રોડ ઉપરાંત રૂા.૨.૫૦ લાખના ખર્ચે રાજુભાઈના ઘરેથી પાણીની ટાંકી સુધી ગટરલાઇન તથા રૂા.૨.૫૦ લાખના ખર્ચે વજનભાઈ અને પુનાભાઈ ઘર પાસે વાંકલ આમખુટા મેઈન રોડ પર નાળાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. રૂા.૨.૫૦ લાખના ખર્ચે સિયાલજ ગામે અવિનાશભાઈ પટેલના ઘર પાસેથી સુભાષભાઈના ઘર સુધી ગટરલાઈનનું કામ તથા રૂા.૧.૫૦ લાખના ખર્ચે કુંવરદા ગામે ભરવાડ વાસમાં મનોજનભાઈના ઘર પસોથી ડામર રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરા : કોલીયાદ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કિયા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા…

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામે લીઝ ચાલુ કરવાનાં મુદ્દે ગ્રામજનો આજે ભૂખ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!