Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આંબાવાડી આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતનાં કારોબારી સભ્ય તૃપ્તિબેન શૈલેષભાઇ મૈસુરીયાના હસ્તે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશથી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી ગણવેશ વિતરણ કરાયું હતું. પ્રાર્થનાં બાદ સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટનાં પેકેટ વિતરણ કરાયા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ મૈસુરીયા, નરેશ ચૌધરી, રીયાઝ, સઈદ,ફૈઝલ,સિડીપીઓ, આરોગ્યકર્મી અને આંગણવાડીના તેડાગર બહેનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના બાપુનગરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા : ભરૂચ એલ.સી.બી એ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર નજીક ને.હા.પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

ગોધરા તાલુકાના એરડી ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!