માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી ભેળસેળવાળા પ્લાસ્ટીકનાં ચોખા નીકળવા મામલે માંડવીના ધારાસભ્યે માંગરોળ મામલતદાર ઓફિસમાં ભેળસેળવાળા ચોખા મામલે ફરિયાદ કરી હતી. જેના આધારે માંગરોળ અનાજનાં ગોડાઉન ખાતે ચોખા બાબતે ગાંધીનગરથી એફ.આર.એલની ટીમ તપાસ અર્થે આવી હતી.તપાસ માટે નમૂના લઇ ચકાસણી કરી હતી. ફૂડ એન્ડ લેબોરેટરી ગાંધીનગરનાં ટેકનિકલ ઓફિસર જે.પી.દરબારે જણાવ્યું કે, ચોખાનો જે જથ્થો વિતરણ કરવામાં આવે છે. તે તપાસતા ચોખા હોવાનું જણાય આવેલ છે. આ ચોખા ફોર્ટિફાઇડ છે. ફોર્ટિફાઇડ ચોખા એટલે કે વિટામીન યુક્ત, માઇક્રોન્યુટ્રિઅન્ટ, વિટામિન B9, વિટામિન B6, વિટામિન B12 અને આયર્ન ઉમેરવામાં આવે છે. જેથી કુપોષણોની ઉણપ ધરાવતા લોકોને આ વિટામિન મળી રહે એવું જણાવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement