માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી ભેળસેળવાળા પ્લાસ્ટીકનાં ચોખા નીકળવા મામલે માંડવીના ધારાસભ્યે માંગરોળ મામલતદાર ઓફિસમાં ભેળસેળવાળા ચોખા મામલે ટેલિફોનિક રજુઆત કરી હતી. જેના આધારે માંગરોળ ગોડાઉન મેનેજરને ચોખા બાબતે અહેવાલ આપવા જણાવાયું હતું.
માંગરોળના ગોડાઉન મેનેજરે સેમ્પલમાં પ્લાસ્ટિકના એક પણ ચોખાનો દાણો નહિ મળ્યો હોવાનું જણાવ્યું હતું. માંગરોળ મામલતદારએ પ્લાસ્ટિકના ચોખાના દાણાની ફરિયાદ મામેલ કરી સ્પષ્ટતા કરી હતી કે ચોખાના સેમ્પલ ચેક કરતા એક પણ દાણો પ્લાસ્ટિકનો જણાયો નથી. આ ચોખા ફોર્ટિફાઇડ ચોખા છે. જેની આવક એફ.સી.આઈ, સી. ડબ્લ્યુ.સી સુરત ખાતેથી આવે છે. ધારાધોરણ મુજબ પોષક તત્વો, ન્યુટ્રિસન, વિટામિન, અને મિનરલ્સ ઉમેરી બનાવવામાં આવે છે એવું જણાવ્યું હતું.
Advertisement
વિનોદ મૈસૂરિયા : વાંકલ