માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચોખામાંથી પ્લાસ્ટિકના જેવા ચોખા નીકળતા લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરીયાદો ઉઠી છે.૧૫ કિલો ચોખામાંથી ૫૦૦ ગ્રામ જેટલા પ્લાસ્ટિકના ચોખા નીકળતા સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. સામાન્ય ચોખા કરતા સાઈઝ થોડી અલગ અને લીસી સપાટી ધરાવતા આ પ્લાસ્ટિકના ચોખા પાણીમાં નાંખતા પાણી ઉપર તરે છે.
માંગરોળ તાલુકા કોંગ્રેસ માજીમંત્રી રમણભાઈ ચૌધરી, માંડવીના ધારાસભ્ય આંનદ ચૌધરી, માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શામજી ચૌધરી, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત, શાહબુદ્દીન મલેકએ મુલાકાત લીધી હતી. આનંદ ચૌધરીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર અનાજમાં ભેળસેળ કરવા અંગે આરોપો લગાવ્યા હતા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement