Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : માંગરોળના વડોલી ગામે એગ્રીકલ્ચર વીજ લાઇનના 23 ગાળા વીજ વાયરોની ચોરીની ઘટનાના બે માસ વિતવા પછી પોલીસ ફરિયાદ નોંધાઇ.

Share

માંગરોળ તાલુકાના વડોલી ગામે ખેડૂતના ખેતરમાંથી એગ્રીકલ્ચર વીજ લાઇનના 23 ગાળા વિજવાયરોની ચોરી થયાની ઘટનાના બે માસ વિતવા બાદ આખરે વિજકચેરી અને પોલીસતંત્ર હરકતમાં આવી ચોરી અંગે ફરિયાદ નોંધી છે.

છેલ્લા દોઢ-બે વર્ષથી માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરોની ચોરીનો સિલસિલો યથાવત છે. અગાઉ પણ આ સંદર્ભમાં અનેક ફરિયાદો ઉઠી છે. છતાં વીજકંપની અને પોલીસતંત્ર દ્વારા યોગ્ય પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જેને કારણે ચોર ઇસમોને મોકળું મેદાન મળી ગયું છે. અગાઉના વર્ષે થયેલી વીજવાયરોની ચોરી અંગે વીજ કંપની અને પોલીસ તંત્ર એક બીજાને ખો આપી કાયદેસર રીતે ગુનાની ફરિયાદ નોંધી નથી.

Advertisement

ત્યારબાદ ચાલુ વર્ષે વડોલી ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા મહંમદ આદમ રંદેરા નામના ખેડૂતના ખેતરમાંથી તા. 27/4/2021 ના રોજ 23 ગાળા જેટલા એલ્યુમિનિયમ વીજ વાયરોની ચોરી અજાણ્યા ચોર ઇસમો કરી ગયા હતા. આ સંદર્ભમાં ખેડૂત દ્વારા વીજ કંપનીને લેખિત જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના બે માસ વિતવા પછી આખરે ચોર ઈસમો વિરુદ્ધ વીજ કંપની અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. માંગરોળ વીજ કચેરીના નાયબ ઇજનેર નયનકુમાર હીરાલાલ ચૌધરીએ અંદાજિત 3450 મીટર એલ્યુમિનિયમ વીજ વાયરો જેની કિંમત રૂ.1,38,880 ની ચોરી થયા અંગે કાયદેસરની ફરિયાદ માંગરોળ પોલીસ મથકમાં નોંધાવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

લુવારા પાટીયા પાસે ટોયટા ગાડી અને ડમ્ફર વચ્ચે અક્સ્માત થતા પાંચ વ્યક્તિઓને ઈજા…

ProudOfGujarat

માલદીવમાં મોટી દુર્ઘટના, ઈમારતમાં આગ લાગતા 9 ભારતીયો સહિત 10 લોકોના મોત.

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ દ્વારા રિક્ષામાં ચોરખાનામાં સંતાડીને દારૂની હેરફેર કરનાર પર પોલીસે કરી લાલઆંખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!