વિશ્વભરમાં ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે માંગરોળના વાંકલ ખાતે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નાનાં બાળકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગના કરતબ કર્યા. વર્ષ ૨૦૧૫ માં ભારતની પહેલથી વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
ભારત સરકારના આયુષ મંત્રાલાયની વેબસાઈટ મુજબ યોગની ઉત્પતિ ભારતમાં જ લગભગ ઘણાં વર્ષો પહેલા થઈ હતી. વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામથી રોગપ્રતિકારક શક્તિ વધારવા, કોરોના સામે રક્ષણ મેળવવાનું એક શસ્ત્ર ગણવામાં આવે છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ વિશ્વને ભેટ આપી છે. યોગ પ્રાણાયામનું મહત્વ લોકો સુધી પહોંચેએ માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો છે. વિશ્વ યોગ દિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓ માટે કરાયેલા સંબોધનને નિહાળ્યું હતું. નાનાં બાળકોએ ઘરે યોગ કરી વિશ્વયોગ દિવસની ઉજવણી કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ.
Advertisement