માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રસીને લઈને જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને રસીકરણનું પ્રમાણ પણ શહેરોની સરખામણીમાં ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યુવાનોએ ઉત્સાહભેર રસી લીધી હતી. ૧૮ વર્ષથી ઉપરના કુલ120લોકોએ ઉત્સાહભેર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉ. ઝંખના રાઠોડ,સ્ટાફનર્સો તેમજ લેબ ટેકનીશિયનએ ખડેપગે ફરજ બજાવી હતી.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ