છેલ્લા ઘણા લાંબા સમયથી લોકડાઉન્ડ ને પગલે તમામ રોજગાર ધંધા બંધ થઈ જવા પામ્યા છે. ત્યારે અનેક મજૂરો અને રોજે રોજનું કમાઈને લાવી પેટીયું રડતા લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. ત્યારે માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં મકસુંદભાઇ માજરા, ઈબ્રાહીમ સફારી, રસીદ સાન, કાસીમ જીભાઈ , ફારૂકભાઈ તાડવાલા વગેરે ઓએ જ્યાં સુધી લોકડાઉન્ડ નો સમય પૂરો ન થાય ત્યાં સુધી બે ટંક નું ભોજન ખવડાવવાનું શરૂ કર્યું છે. કેટલાક એવા પરિવારો છે કે જે મફત ભોજન લઈ શકતા નથી જેને ધ્યાનમાં રાખી ટોકન રૂપે માત્ર દશ રૂપિયા એક ટંકના રાખવામાં આવ્યા છે. સાથેજ જેમની પાસે દશ રૂપિયા પણ ન હોય એવા પરિવારો ને વીનાં મૂલીયે ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું .
નઝીર પાંડોર :- માંગરોળ
Advertisement