માંગરોળ તાલુકાના લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રસીને લઈને જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને રસીકરણનું પ્રમાણ પણ શહેરોની સરખામણીમાં ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યુવાનોએ ઉત્સાહભેર રસી લીધી હતી. ૧૮ વર્ષથી ઉપરના કુલ ૪૪ લોકોએ ઉત્સાહભેર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસીકરણ દરમિયાન યુવાનોને પ્રોત્સાહિત કરવા સુરત જીલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીએ રસીકરણ ખાતે પહોંચ્યા હતાં.
આ રસીકરણના કાર્યક્રમ દરમિયાન જીલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના સભ્ય દીપક ચૌધરી, કરણચૌધરી, મનીષાબેન ચૌધરી, દર્પણભાઈ ચૌધરી, વરૂણભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉ.જૈમિનીબેન વસાવા, સ્ટાફ નર્સો તેમજ લેબ ટેકનીશિયનએ ખડેપગે ફરજ બજાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ