Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડાનાં નસારપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

Share

-પોલીસે જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.૧૯૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસે બાતમીના આધારે નસારપોર ગામે રેડ કરી ગંજીપાનાનો જુગાર રમતાં ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતાં.

Advertisement

ઉંમરપાડા તાલુકાનાં નસારપોર ગામના કાકડવા ફળિયામાં રેડ કરતાં ખેતરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા શૈલેષભાઈ નગીનભાઈ વસાવા (ઊં.વ.૩૫, રહે.કાકડવા ફળિયું નસારપોર), હસમુખભાઈ ફૂલજીભાઈ વસાવા (રહે. વેલાટી ફળિયું સાબરીયા), મયુરભાઈ મોહનભાઈ વસાવા (ઊં.વ.૩૫,કાકડવા ફળિયું નસારપોર),દેવેન્દ્રભાઈ વલ્લભભાઈ વસાવા (ઊં.વ.૩૭,કાકડવા ફળિયું નસારપોર)ને પોલીસે ઝડપી પાડી ચારેય ઇસમોની અંગઝડતી કરતાં એક મોબાઇલ મળી કુલ રૂ.૧૯૩૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તેમજ વાહન અકસ્માતની સંભવિતતાને ટાળી શકાય તે માટે અનોખુ આવેદનપત્ર કેમ્પેઇન હાથ ધરાયું છે.

ProudOfGujarat

ભરૂચ : વાગરા સ્થિત બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ગરીબો માટે જીવન સંજીવની સાબિત થયું…

ProudOfGujarat

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!